Saturday, 5 March 2016

માહોલ મહાકાલ નો

aavo
jnd ma

જ્યાં ભરાયો દરબાર મારા શિવ નો
જ્યાં ધૂની ધખાવી
મારા ભોળિયાં શંભુ એ

જ્યાં આલખનિરંજન નો નાદ સંભળાતો રજે રજ માં...

જ્યાં ના વહેતા નીર પણ ભોળા સોમેશ્વર ની ચિતાર ચાહતા

જ્યાં ના પથ્થર પણ હર હર મહાદેવ ગુંજાવતા

જ્યાં નું સૌંદર્ય જાને
એ રામેશ્વર થી લઇ અમરનાથ ની પ્રતીતિ કરાવતા

ગરવા ગિરી ની ગોદ માં
ભવનાથ ની ભોમ માં

આજ જાગ્યો મારા શંભુ નો મેળો

આવો
મારા ગામ માં
જ્યાં

આજ
જૂનાગઢ ખરેખર બન્યું જુનાણા
ગિરી શિખર બન્યા શિવાલય ના શિખર

આજ
માહોલ મહાકાલ નો

No comments:

Post a Comment