Saturday, 5 March 2016

આજ રાત્રી શિવા

આજ રાત્રી શિવા ની
આજ
એના ગામ માં
એની મોજ માં
આજ તો
એની ફકીરી માં

રહેશે શાહી સ્નાન
ને

પામશે આલખ નો ચિતાર

આતો
ચલમ ની ફૂંક
ગાંજાની ધૂપ
વૈરાગી રૂપ
સંસારી થી અલુપ્ત

નિમિત્ત કહે આજ,

બાવો ભલે
કહેવાતો

પણ
આજ
બાપ ના દરબારે ધૂની ધખાવી બેઠો
રિજવાવ એના નાથ ને

માહોલ મહાકાલ નો

aavo
jnd ma

જ્યાં ભરાયો દરબાર મારા શિવ નો
જ્યાં ધૂની ધખાવી
મારા ભોળિયાં શંભુ એ

જ્યાં આલખનિરંજન નો નાદ સંભળાતો રજે રજ માં...

જ્યાં ના વહેતા નીર પણ ભોળા સોમેશ્વર ની ચિતાર ચાહતા

જ્યાં ના પથ્થર પણ હર હર મહાદેવ ગુંજાવતા

જ્યાં નું સૌંદર્ય જાને
એ રામેશ્વર થી લઇ અમરનાથ ની પ્રતીતિ કરાવતા

ગરવા ગિરી ની ગોદ માં
ભવનાથ ની ભોમ માં

આજ જાગ્યો મારા શંભુ નો મેળો

આવો
મારા ગામ માં
જ્યાં

આજ
જૂનાગઢ ખરેખર બન્યું જુનાણા
ગિરી શિખર બન્યા શિવાલય ના શિખર

આજ
માહોલ મહાકાલ નો

Wednesday, 2 March 2016

કુતુહલ તો ત્યાંરે થતું,

કુતુહલ તો ત્યાંરે થતું,
જોઈ આભે થી એક બિંદુ ટપકતું,

કુતુહલ તો ત્યાંરે થતું,
જોઈ આભે થી એક બિંદુ ટપકતું,

અરે,
આ તે મારા નાથ ની ખરી કળા!
ખારું આભે ચડાવતું,
મીઠું પાણી થઇ વરસાવતું...

કુતુહલ તો ત્યાંરે થતું,
જોઈ આભે થી એક બિંદુ ટપકતું,

કુતુહલ તો ત્યાંરે થતું,
જોઈ
કાળા ભમ્મર વાદળ ગર્જાવતું

અરે! આતે મારા નાથ ની ખરી કાલા,

ખાલી વાદળ સાથે આથડાવતું,
વીજળી ના ચમકારા થી ઝબુકતું...

કુતુહલ તો ત્યાંરે થતું,
જોઈ આભે થી એક બિંદુ ટપકતું,

નિમિત્ત લખે,
અંધારે બેઠો...

વાહ રે મારા નાથ ની કાલા

ક્યાંક ગરજતું,
ક્યાંક ટપકતું,
ક્યાંક ઝબુકતું,
ક્યાંક વરસતું....

કુતુહલ તો ત્યાંરે થતું,
જોઈ આભે થી એક બિંદુ ટપકતું,